સંસ્કાર - 2

  • 2.6k
  • 2
  • 1.6k

સંસ્કાર 2 માર્કોસ લગભગ ૩૭/૩૮ વર્ષનો પડછંદ યુવાન હતો.પાંચેક વર્ષથી એ સાગર ડિસ્ટ્રીબ્યુટર માં કામ કરતો હતો. કોહીનૂર મીલની બરાબર સામે મહારાષ્ટ્ર ગાદી ભંડારની દુકાન છે ત્યા એણે મેટાડોર ઉભી રાખી.અને મને કહ્યુ "તુ બેસ.હું હમણાં આવું છુ." તે નીચે ઉતર્યો.અને ગાદી ભંડારમાં જઈને એણે પૂછ્યું. "પરમ દિવસે ગાદલા બનાવવાનું કહ્યું હતુ.એ તૈયાર છે ને?" "હા તૈયાર જ છે."ગાદલા વાળા એ કહ્યું. "તો આપી દો." ગાદલા વાળાએ પોતાના માણસ પાસે બે મોટા વજનદાર ગાદલા મેટાડોરમાં મુકાવ્યા. માર્કોસ પાછો પોતાની ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો.અને ફરી એકવાર ટેમ્પો રોડ ઉપર દોડવા લાગ્યો.લગભગ પાત્રીસ ચાલીસ મિનિટ પછી અમે મહમદ અલી રોડ પર આવેલા