જલધિના પત્રો - 10 - પ્રિય વિધ્યાર્થીનીને પત્ર

  • 2.5k
  • 900

વ્હાલી વિધ્યાર્થીની હમણાં ઘણા સમયથી તને મળવાનું પણ નથી થતું કે, ફોન પર વાત કરવાનો પણ સમય મળતો નથી એટલે, આજે તારા સરનામાની શોધ આદરેલી અને સદ્ભાગ્યે મળી પણ ગયું. એટલે આ પત્ર લખવાનું મન થઈ આવ્યું. જ્યારથી શિક્ષણક્ષેત્રમાં અધ્યાપક તરીકે જોડાઈ ત્યારથી અનેક વિદ્યાર્થીઓ સાથે મળવાનો અને તેમને ભણાવવાનો અવસર મળેલો.. પરંતુ,એ દરેકમાં તું મારી સૌથી પ્રિય વિદ્યાર્થી છે. તારા જેવી શિષ્ય મળવી મારા માટે પણ ગૌરવની વાત છે. શરૂઆતમાં જ્યારે તું કોલેજમાં આવી ત્યારે નવી નવી હોવા છતાં તને સતત વિદ્યાર્થીઓના ટોળામાં જોતી અને તારા એ વ્યક્તિત્વનું રહસ્ય જાણવાનું મન થઈ આવતું હતું .પણ, ત્યારે એ મોકો ન