જલધિના પત્રો - 9 - ચકલીને પ્રેમપત્ર

  • 2.5k
  • 1
  • 908

પ્રિય ચકલી, હું જાણું છું કે તું અને હું આપણે બંને એકબીજાથી અલગ દુનિયાના જીવો છીએ. છતાં, રોજ મારી સવાર તારા વિના અધૂરી લાગે છે. મારા શબ્દો તું સમજી શકશે કે નહીં એનો પણ કોઈ અણસાર નથી. છતાં, મારી પાસે માત્ર શબ્દો જ છે તને મારા ભાવો પહોંચાડવા માટે. એટલે આ પત્ર લખું છું. વહેલી સવારનું સંગીત સુરીલું, તારા થકી જ પ્રાણી એમાં પુરાતો. તારા મધુર કલરવ થકી જ, એમાં શ્વાસવાયુંનો સંચાર થાતો. મારા માટે તો તું એટલે મારું પોતીકું આગવું સ્વજન. મારા ઘરના ફળિયામાં જ તારો માળો છે. તે બનાવેલી તણખલાનીવાડ એટલે આપણો સહિયારો સ્વપ્નમહલ. તું જેટલી ચીવટથી તણખલાં