જલધિના પત્રો - 8 - કૃષ્ણનો રાધાને પ્રેમપત્ર (વળતો જવાબ)

  • 2.6k
  • 1k

હે રાધે, તારો પત્ર મળ્યો.જાણે સાક્ષાત્ તારાથી મળ્યાની અનુભૂતિ થઈ. ક્યારેય કોઈને વળતો ઉત્તર આપવા હું બંધાયેલો નથી. પણ ,તને નિરાશ કઈ રીતે કરી શકું ! તારી લખેલી લાગણીઓની અક્ષરસઃ અનુભૂતિ કરી છે. શબ્દોને વાંચવા કરતા જીવ્યો છું એમ કહેવું વધુ ઉચિત રહેશે. તું તો તારી લાગણીઓને સરળતાથી કહી શકે પણ, હું તો પુરુષ હ્દય, એટલે એમાં થોડી કરકસર હોવાની. છતાં, તારા માટે તો મેં આ સઘળી લીલાઓ રચી છે. જેથી મારા પ્રણયની પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકું. મારી વાંસળીમાં સંમોહન છે.એ પણ એટલે કે તેમાં ફૂંકાતો પ્રાણવાયુ તું જ છે. અને જ્યાં મારી રાધે છે ત્યાં બીજા કૈફની શું જરૂર