જલધિના પત્રો - 6 - રિસાયેલી નાનકીને પત્ર

  • 2.3k
  • 992

મારી મીઠુંડી, મને ખબર છે કે તું મારાં આ પત્રની ભાષા ઉકેલવા સમથૅ નથી કે નથી તું મારી લાગણીઓને સમજવા જેટલી પરિપક્વ.છતાં, આજે તારા વિરહમાં વ્યાકુળ આ માતૃહ્દયને એની વાત તારા સુધી પહોંચાડવા કોઈ માધ્યમ મળ્યું નહીં. એટલે, આ પત્ર લખી તને મનાવવા આ લાગણીભર્યો પ્રયાસ કરું છું. જ્યારથી તું રિસાઈને મામાના ઘરે ચાલી ગઈ છે ત્યારથી આ ઘર શાંત અને સુનુ-સુનુ લાગે છે. તારી વ્હાલી મમ્મી ભલે આજ તારા માટે વ્હાલી નથી. પણ, તું તો હંમેશા મારી મીઠુંડી,ઢીંગલી ને વ્હાલસોઈ રહીશ જ... મને એમ કે રાતના તને મારા વગર ઊંઘ નહિ આવે... અને, તું મામા પાસે