જલધિના પત્રો - 5 - ટપાલીને પત્ર

  • 2.3k
  • 966

આદરણીય ટપાલીશ્રી, લખેલા પત્રોની સાર્થકતા તો જ જળવાય, કે તે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. ખાસ તો આ મહત્વનું કામ આપ કરો છો. એટલે જ આજે થયું આપને પણ પત્ર લખવો જોઈએ. લોકોના પત્રો અને લાગણીઓ તો તમે ખૂબ વહેંચી ક્યારેક તેમાં તમારો પણ હિસ્સો હોવો જોઈએ. એવું પ્રતીતિ થતાં પત્ર લખવા જઈ રહી છું. ખાખી રંગની વેશભૂષા, ખભે રહેલી ચામડાની બેગ અને બેગમાં રહેલા એ અસંખ્ય સંદેશાઓને પહોંચાડનારા સાચા દૂત આપ જ છો. ચામડાના થેલામાં સચવાયેલી લાગણીઓની અનેક આંખોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. અને આપની સાઈકલની ઘંટડીના રણકારથી એ જાણે હાશકારો પામી જતી હોય છે . પત્ર