સાજીશ - 4

(41)
  • 4.9k
  • 5
  • 2.9k

૪. ખૂનીની ચેલેન્જ... ! ‘બહુરૂપી ખૂની’ અર્થાત્ અજય સકસેના અત્યારે સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરના ‘ઇન્ટરોગેશન રૂમ'માં એક ખુરશી પર બેઠો હતો. એના માથા પર હાઈ વૉલ્ટેજનો બલ્બ લટકતો હતો જેનું તીવ્ર અજવાળું એના સમગ્ર દેહ પર રેલાતું હતું. ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ એકદમ ભારે અને રહસ્યમય હતું. દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના ત્રણ-ચાર એજન્ટો અજયને ઘેરીને ઊભાં હતાં. દિલીપ સિગારેટના કસ ખેંચતો ધ્યાનથી અજયના ચહેરા સામે તાકી રહ્યો હતો. પછી તે અજયની સામે પડેલી એક ખાલી ખુરશી પર બેસી ગયો. હવે દિલીપ તથા અજયની વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ અંતર હતું ‘અજય... !’ દિલીપ સિગારેટનો કસ ખેંચ્યા બાદ અજયની આંખોમાં પોતાની વેધક