સાજીશ - 1

(54)
  • 9k
  • 10
  • 5.1k

સનસનાટીભરી રહસ્યકથા કનુ ભગદેવ ૧. નાગપાલની મૂંઝવણ... ! દિલીપની પ્રશ્નાર્થ નજર સામે બેઠેલા નાગપાલના ચિંતાતુર ચ્હેરા સામે મંડાયેલી હતી, નાગપાલને એણે આટલો ચિંતાતુર ક્યારેય નહોતો જોયો. નાગપાલ રહી રહીને પોતાના હાથમાં જકડાયેલી પાઇપમાંથી કસ ખેંચતો હતો, ઑફિસમાં 'પ્રિન્સ હેનરી’ તમાકુની કડવી-મીઠી મહેક પ્રસરેલી હતી. અત્યારે એની સામે ટેબલ પર એક ખુલ્લી ફાઈલ પડી હતી જેમાં વિશાળગઢમાંથી પ્રગટ થતાં સવાર-સાંજનાં જુદાં જુદાં અખબારોનાં કટિંગો મોજૂદ હતાં. ‘શું વાત છે, અંકલ... ?' છેવટે દિલીપે ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું : 'આજે તમે કંઈક વધારે પડતા ચિંતામાં લાગો છો... !' ‘હા... !’ નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાના ગોટા ઉડાડતાં બોલ્યો : ‘ચિંતા જેવી