બારૂદ - 12 - છેલ્લો ભાગ

(66)
  • 4.9k
  • 5
  • 2.4k

૧૨. જિંદગી અને મોત... ! સડકની બંને તરફ લશ્કરી ટૅન્કોની કતાર ઊભી હતી અને ટેન્કોની આજુબાજુમાં કેટલાય સૈનિકો ગોઠવાયેલા હતા. રજનીએ ચેકપોસ્ટથી થોડે દૂર વેગન ઊભી રાખી દીધી. ‘દિલીપ... !' એણે દિલીપ સામે જોતાં કહ્યું, ‘તું અહીં જ આ કાળમુખાનું ધ્યાન રાખ.... ! કાળી મર્સિડિઝ અહીંથી પસાર થઈ છે કે નહીં એની હું તપાસ કરી આવું છું.' દિલીપે હકારમાં માથું હલાવ્યું. રજની વેગનમાંથી ઊતરીને ચેકપોસ્ટ તરફ આગળ વધી ગઈ. દિલીપ બેહદ સાવચેતીથી કુરેશીની પીઠ પર રિવૉલ્વરની નળી મૂકીને બેઠો હતો. અત્યારે પોતાની કોઈ પણ ચાલબાજી, તિકડમ કે અવિચારી પગલું પોતાને મોતના જડબામાં ધકેલી દેશે એ વાત કુરેશી બહુ સારી રીતે