પ ની પદયાત્રા

  • 1.9k
  • 762

********* વર્ણમાલાનો ‘૨૦મો અક્ષર છે પ” પણ રૂઆબ તો ‘ક’ કરતાં પણ વધારે રાખે છે. કેમ ન રાખે તેની આગવી ‘પ્રતિભા’ તો જુઓ ! કિંતુ એ થાપ ખાઈ જાય છે કે આ કશું , આ જગે કોઈનું ટક્યું નથી અને ટકવાનું પણ નથી. સદા ઘુમતી, બદલાતી આ પૃથ્વી પર ફેરફાર નિરંતર ચાલ્યા કરે છે. કશું કાયમ ટકતું નથી તો પછી ગર્વ શાને ? ‘પદ’ ની શુભ શરૂઆત ‘પ’થી થઈ . આ પદ કેટલું ટકવાનું ? તો પછી પામ્યા  તો તેનો સહી ઉપયોગ કરો ? જેથી પદ છૂટે તો પણ તે પદને શોભાવનારની ચર્ચા ટુંકા યા લાંબા ગાળા સુધી રહે !