પ્રોજેક્ટ પ્રલય - 3

(29)
  • 2.3k
  • 1
  • 1.5k

પ્રકરણ 3 ૩ જી ઓકટોબર નેટ-ટીવી-સ્ટુડીયો ન્યુયોર્ક સીટી કેનેડી એરપોર્ટ ઉપર પાંચ મીનીટમાં શરૂ થનારા બ્રોડકાસ્ટ માટે અર્ધ -અંધારીયા રૂમમાં ટેકનીશયનોએ તેમની સાધનસામગ્રી તૈયાર કરી. હવાઇ ઉતરાણપટ્ટી ઉપર કેમેરાના કાફલાઓએ પોતાની જગ્યા સંભાળી લીધ હતી. મેનહટનના સ્ટુડીયોમાં ટાયલર જોહન્સને માઈક્રોફોન હાથમાં લીધું -બ્રીફિંગ બુક બહાર કાઢી. અલ-વાસીના આગમન અને પ્રવચન અંગે ધારણા માટે તેના મહેમાનો આવવાની તૈયારી હતી. તેઓ હતા— સંયુક્ત આરબ અમીરાતના ભૂતપૂર્વ રાજદૂત. ‘વિદેશ નીતિ પુનરાવલેાકન ' માટેના રાજનૈતિક સંવાદદાતા. નજીકના પૂર્વીય બનાવો માટેના ગૃહખાતાનો નાયબ મદદનીશ. પ્રવચન માટે તેઓ બીજે દિવસે પાછા જશે અને પછી ચર્ચા કરશે. ' ત્રણ મીનીટ રહી, મિ. જોહનસન,' આસીસ્ટન્ટ પ્રોડયુસરે મોટેથી ક્હ્યું.