સપ્ત-કોણ...? - 9

  • 2.4k
  • 1.5k

ભાગ - ૯ ઈશ્વા અત્યારે પહોંચી ગઈ હતી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં. ..શું હતું એનું રહસ્ય? શું સંબંધ હતો ઈશ્વાનો એ સદીના લોકો સાથે...? કોઈ લાંબી નીંદરમાંથી ઉઠી હોય એમ ઈશ્વાએ બેય હાથ પહોળા કરી આળસ મરડી નદી તરફ વધી. નદીકિનારે પહોંચી 'ની......રુ........ , ની....... રુ.......' ની બૂમો પાડવા લાગી. એનો અવાજના પ્રત્યાઘાત રૂપે નદીના સામા કિનારેથી પણ 'બી......જુ....., બી......જુ.....'ના પડઘા પડ્યા પણ સામે કિનારે કોઈ દેખાયું નહીં. 'આમ ચ્યમ બને, જિવારે હું નીરુને સાદ પાડું ને ઈ નો આવે ઈમ બને જ નહીં. આજે તો ગામવારાય કોઈ નથ આઇવા.' વિચાર કરતી ઈશ્વા કિનારે ઉગેલા એક ઝાડ નીચે બેસી ગઈ એની