વૈભવ છતાં ચિત્ત આત્મામાં

  • 2.1k
  • 1
  • 872

જનકરાજા વિદેહી પુરુષ કહેવાતા હતા. રાજપાટ-રાણીઓ, વૈભવ હોવા છતાં દેહાતીત દશામાં વર્તતા હતા. કારણ કે, તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમને જે જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું, તે જ્ઞાની પુરુષના પુત્ર તપસ્વીમુનિ હતા. ખૂબ તપ-ધ્યાન કરે. પિતાજી મહાન જ્ઞાની છે, છતાં પોતે તપસ્યા કર્યા કરે. તેમાં તપસ્યાથી અહંકાર આવી ગયો કે, હું કંઈક છું. પિતા-પુત્ર વાતચીત થાય ત્યારે, પુત્ર જ્ઞાની પિતાને કહે, આપની પાસે એ આત્મજ્ઞાન છે તો મને આપો. પણ, પેલો તપસ્યાનો અહંકાર રાખી આત્મજ્ઞાન મેળવવા જતા અહંકાર નડતો હતો. તેથી પિતાએ પુત્રને કહ્યું, ‘હે બેટા, તારે કંઈક આત્મજ્ઞાનનો ઉપદેશ જોઈતો હોય તો જનકરાજાને ત્યાં જા ! તે