ઔષધો અને રોગો - 3

  • 5.4k
  • 2.2k

અજમોદ: એને બોડી અજમો પણ કહે છે, કેમ કે એ અજમાની એક જાત છે. એનો છોડ વર્ષાયુ છે. ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. બંગાળમાં તે ખુબ થાય છે. તેના છોડની ઊંચાઇ એક થી બે ફુટ જેટલી હોય છે. એને સફેદ રંગના બારીક ફુલો આવે છે. બોડી અજમો આહાર પર રુચિ ઉપજાવે છે. ભુખ લગાડે છે. તીખો, રૂક્ષ, ગરમ- વીદાહક, વાજીકર, બળકર, પચવામાં હલકો, આહાર પચાવનાર, આફરો, ગેસ-વાયુ, કફ, અરુચી, ઉદરરોગ, કૃમી, ઉલટી અને શુક્રદોષનાશક છે.(૧) ઉદરશૂળ પર, ગેસ, ગોળો અને આફરા પર અડધી ચમચી અજમોદનુ ચૂર્ણ સાધારણ ગરમ પાણીમાં નાખી પીવાં.(૨) ભખુ ન લાગતી હોય તો અડધી ચમચી અજમોદનું ચૂર્ણ