રક્ષાબંધન

  • 3.5k
  • 1.6k

           ડો. રોહિણી ગુપ્તા સવારમાં રોજિંદુ કામ આટોપીને ઝડપથી હોસ્પિટલ જવા ઘરની બહાર નીકળી. બહાદુરને દરવાજો ખોલવાનો ઈસરો કરી સંજુને ગાડી બહાર કાઢવા બુમ પાડી. આજે ડો. રોહિણી થોડી ચિંતામાં ઘેરાયેલી હતી. સવા બે કરોડના બંગલામાં નોકર-ચાકર સાથે સાહીબીવાળી જિંદગી વીતી રહી હતી છતાં ડો.ના ચહેરા પર ચિંતાની રેખાઓ ? હા, રોહિણીને તેના પતિ પ્રોફેસર આસુતોષ આચાર્ય સાથે છુટાછેડાને 13 વર્ષ થઇ ગયા હતા. આમ તો પોતાના પગ પર ઉભી રહેવા સક્ષમ રોહિણીને આસુતોષની ખોટ કોઈ વાતે નહોતી સાલતી પરંતુ ડોકટરી દુનિયામાં રોહિણીથી એક એવું ખોટું પગલું ભરાઈ ગયું હતું કે તે દળદળમાંથી બહાર નીકળવા મોટી