પ્રારંભ - 99

(65)
  • 4.4k
  • 5
  • 2.8k

પ્રારંભ પ્રકરણ 99પપ્પા અને મમ્મી જમી રહ્યા એટલે જાનકીએ પપ્પાનાં વાસણ બાથરૂમમાં જઈ વોશબેસિનમાં ધોઈ નાખ્યાં. મમ્મીની પ્લાસ્ટિકની પ્લેટ હોસ્પિટલની હતી એટલે એને સાઈડમાં મૂકી દીધી. મમ્મીને હાથ ધોવડાવી દીધા અને પાણી આપ્યું. " ચાલો હવે અમે નીકળીએ મમ્મી. પપ્પા તમે મમ્મીનું ધ્યાન રાખજો. એને ઘરે લઈ જાવ એટલે મને જાણ કરી દેજો. હું એકાદ અઠવાડિયા પછી ફરી આંટો મારી જઈશ. " જાનકી બોલી. એ પછી કેતન અને જાનકી નીચે ઉતર્યાં અને હોસ્પિટલમાંથી બહાર આવ્યાં. મનસુખ માલવિયાની તબિયત આજે બરાબર ન હતી એટલે કેતન પોતે જ ગાડી ચલાવીને માટુંગા આવ્યો હતો. "આપણે ગોરેગાંવ હોસ્પિટલમાં જઈ આવીએ. અઠવાડિયાથી હું બહાર હતો