પ્રારંભ - 86

(63)
  • 4.4k
  • 4
  • 2.8k

પ્રારંભ પ્રકરણ 86ઉમાકાન્તભાઈની ઘટનાએ કેતનને દિગ્મૂઢ કરી દીધો. એ ખીરાનગરમાંથી બહાર આવ્યો પરંતુ આજે વહેલી સવારે એના જીવનમાં બનેલી ઘટના એને બરાબર યાદ હતી ! ઉમાકાન્તભાઈ પોષ મહિનાની તેરસના દિવસે બ્રહ્મલીન થયા હતા. અને આજે બરાબર ૩૦ દિવસ પછી તેરસના દિવસે જ પ્રગટ થઈને એમણે મને સિદ્ધ મંત્રની દીક્ષા આપી હતી ! એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે એમને આ સિદ્ધિ કોઈ કામની નથી અને હવે જરૂર પણ નથી. એ હવે સૂક્ષ્મ જગતમાં જતા રહ્યા હતા એટલા માટે જ આવું એમણે કહ્યું હતું. એમણે પોતાના જીવનમાં કદાચ કરોડ સુધીના જાપ કર્યા હોય એવું પણ બને ! ઉમાકાન્તભાઈ જેવા મહર્ષિ