ઋણાનુબંધ.. - 42

(13)
  • 2.7k
  • 3
  • 1.5k

પ્રીતિ આજ કોલેજ ગઈ ત્યારે સૌથી પહેલા આસ્થાને મળી હતી. બન્ને ઘણા સમય પછી મળ્યા એટલે મળીને ખુબ જ ખુશ થઈ ગયા હતા. પ્રીતિને આસ્થા બોલી,"જે પતી ગયું એ ફરી યાદ ન કરજે. થઈ ગયું એ ગયું, આથી ભૂતકાળ યાદ કરી હાલની સ્થિતિને બગાડીશ નહીં."બહુ જ ટૂંકમાં ખુબ ગહન વાત આસ્થાએ કરી હતી. અને સાચો મિત્ર એને જ કહેવાય ને કે, જે સાચી વાત અને સાચી સલાહ આપે. મિત્ર ભલે ઓછા હોય પણ એવા જ રાખવા જે સાચો માર્ગ અને હકીકત રજુ કરવાની ખેવના રાખતા હોય. બાકી અસંખ્ય મિત્ર હોય પણ અવળા રસ્તે ચડાવે અથવા સાચી વાત સ્વીકારવાની એમનામાં હિમ્મત