બારૂદ - 5

(42)
  • 4.4k
  • 5
  • 2.9k

૫   આશ્ચર્યજતક ટેસ્ટ... ! ત્યાર બાદ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ. જાસૂસીની દુનિયામાં આ અત્યાર સુધીનો એક અનોખો જ કહી શકાય એવો ટેસ્ટ હતો. આવો આશ્ચર્યજનક ટેસ્ટ આજ સુધીમાં કદાચ કોઈ જાસૂસે નહોતો લીધો. ખુદ નાગપાલ જેવો નાગપાલ પણ સાનંદાશ્ચર્ય અનુભવતો હતો. પોતાના અનુગામી તરીકે દિલીપની પસંદગીથી તેની છાતી ગજગજ ફૂલતી હતી. છેલ્લા થોડા કેસો દરમિયાન દિલીપે પોતાની અસીમ બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો. આવા સહકારીને મેળવીને કોણ ગર્વ ન અનુભવે ? માત્ર નાગપાલ જ નહીં, બલ્કે આજે આખો દેશ દિલીપ પર ગર્વ અનુભવતો હતો. અને આનું મોટામાં મોટું કારણ એક જ હતું. છેલ્લા થોડા સમયથી દિલીપ બળથી ઓછું ને કળથી