બારૂદ - 4

(42)
  • 4.8k
  • 5
  • 3.2k

૪    દિલીપની યુક્તિ આગામી બે દિવસ સુધી સી.આઈ.ડી.ના એજન્ટોએ ડેનિયલ જોસેફ પર ચાંપતી નજર રાખી. એની પ્રત્યેક હિલચાલની નોંધ લીધી. પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું. અબ્દુલ વહીદ કુરેશી ડેનિયલ જોસેફની નજીક પણ ન ફરક્યો. તેમ ડેનિયલે પણ કુરેશીને મળવાનો કોઈ પ્રયાસ કર્યો કે ન તો એ બીજા કોઈ પાકિસ્તાનીને મળ્યો... ! મામલો એકદમ ગૂંચવાઈ ગયો હતો. દિલીપની વ્યાકુળતા હવે વધી ગઈ. – અને તેની વ્યાકુળતા વધે એ સ્વાભાવિક જ હતું. વડાપ્રધાનના મોસ્કો આવવામાં હવે માત્ર નવ દિવસ જ બાકી રહ્યા હતા. હજુ સુધી અબ્દુલ વહીદ કુરેશીની કોઈ હિલચાલનો કંઈ પત્તો નહોતો. તે મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે એની પણ હજુ સુધી