હાસ્ય લહરી - ૧૦૦ - છેલ્લો ભાગ

  • 6.5k
  • 1
  • 1.7k

પરીક્ષા દેવીની જય હો...! ઘરમાં કોઈની હમણાં જ બારમાની વિધિ ગઈ હોય એમ, એનું મોઢું પડી ગયેલું. એમાં મને વળી સળી કરવાની ઉપડી કે, ‘ કેમ કોઈ ગયું કે શું..? છોગીયું મોંઢું કેમ..? ’ મને કહે, ‘ગયું નથી, આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે. માટે વાળ કપાવવા જાઉં છું..! એના કપાળમાં કાંદા ફોડું, મને તો એ જ નહિ સમજાયું કે, બોર્ડની પરીક્ષાને મગજ સાથે લેવા દેવા, વાળ સાથે શું નિસ્બત? પણ મરણની ટાલ કરાવવા જતો હોય, તેવો જવાબમાં જુસ્સો જોઇને, એની સાથે ઝાઝી પ્રશ્નોતરી કરવાની મારી હિમત નહિ ચાલી..! બાકી પેટા પ્રશ્ન તો એવો હતો કે, બોર્ડની પરીક્ષા આવે તો