હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 2

  • 2.3k
  • 4
  • 976

2.સાંજે ચાર વાગે ફરીથી ટેક્ષી આવી અને વિરૂપાક્ષ મંદિરથી અલગ દિશામાં આવેલ વિઠ્ઠલ મંદિર ગયાં.વિઠ્ઠલ મંદિર જવા માટે પણ હમ્પી આવવું પડે પણ ત્યાં આવી બીજી જ તરફ રસ્તો ફંટાય. તે રસ્તે સ્કૂલો, એક કોલેજ વગેરે આવ્યું. વિઠ્ઠલ મંદિરનાં પાર્કિંગમાં કાર રાખી ત્યાંથી મંદિર અંદર સવા કિલોમીટર દૂર હોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ઇલેક્ટ્રિક કારની વ્યક્તિદીઠ 20 રૂ. આવવા જવાની ટિકિટ લીધી. સમય બચાવવા. યુવાનો તો હસતાં ગાતાં, યુગલો હાથમાં હાથ લઈ ચાલતાં આવતાં હતાં. ઇલેક્ટ્રિક કારથી જતાં આવવા જવાની થઈ ચાલીસેક મિનિટ બચે. ત્યાં પણ એ મંદિર પૂરતો ગાઈડ 350 રૂ. માં કર્યો.વિઠ્ઠલ મંદિરની બહાર પટ્ટીઓ પર રામાયણ, મહાભારતના