શિખર - 5

(16)
  • 3.1k
  • 1
  • 2.1k

પ્રકરણ - ૫ સામે પલ્લવીના માતાપિતાને જોઈને તુલસી એકદમ જ ચોંકી ઉઠી. પણ તુલસીએ પોતાના મોઢા પર એ વાત બિલકુલ કળાવા ના દીધી કે, પલ્લવી શિખરને લઈને આ ઘર છોડીને ચાલી ગઈ છે. એણે બિલકુલ સામાન્ય જ રહેવાનો પ્રયત્ન કર્યો. એણે પલ્લવીના માતા પિતાને પ્રેમથી આવકાર આપ્યો. એ બોલી ઉઠી, "અરે! આવો આવો પાર્વતીબહેન. આવો! આવો! ઓમકારભાઈ! અમારાં આ નાનકડા એવાં ઘરમાં તમારું સ્વાગત છે. તમે તો કોઈ દિવસ આ બાજુ ભૂલા પડતાં જ નથી! આજે ઘણાં વખતે તમને અમારી યાદ આવી કેમ? ખરું ને?" "હા, તુલસીબહેન. હા! જુઓ ને! વાત જ એવી છે ને! તમે તો જાણો જ છો