વૃક્ષ જીવન રક્ષક છે અને જીવનશૈલી પણ

  • 2.7k
  • 1.1k

સુકાઈ ગયેલા વૃક્ષના થડમાં પણ જીવન પ્રાંગરતું હોય તેવું લાગે છે..જે કુંપણો સુકાયેલા થડની ટોચે ફૂટી નીકળી છે તેને પણ હરખ છે વિશાળ વૃક્ષ બનવાનો, આજ હરખ... આજ ઉન્માદ..કુંપણોને વિશાળતા તરફ લઈ જાય છે અને સમય આવે આજ નાની કુંપણો વિશાળ વૃક્ષ બની જાય છે અને આ વિશાળતા તરફની ગતિ કુંપણોને વૃક્ષ બનતા રોકી શકતી નથી, જેનામાં જીવન જીવવાનું ઝનૂન હોય છે તે જ વિશાળતા પામી શકે છે..આપણા જીવનમાં પણ બનતી દુઃખદ ઘટનાઓ,પીડા, વિષાદ ક્યારેક આપણને ઘેરી વળે છે ત્યારે આપણું જીવન સુકાયેલા ઝાડના થડ જેવું બની જાય છે, પરંતુ કુંપણોની જેમ આપણે પણ જીવન જીવવાનો ઉન્માદ.. આશા ગુમાવવી જોઈએ