શિખર - 4

(12)
  • 2.8k
  • 1
  • 1.8k

પ્રકરણ - ૪ તુલસી પલ્લવીની આ ડાયરી વાંચીને એકદમ જ ભૂતકાળમાં સરી પડી. એને યાદ આવ્યું કે, જયારે નીરવ પહેલી જ વાર પલ્લવીને પોતાના ઘરે લઈને આવ્યો હતો. એ દિવસે નીરવે તુલસીને પલ્લવીની ઓળખાણ કરાવતા જ કહ્યું હતું કે, "મમ્મી! આ પલ્લવી છે અને એ મારી સાથે કૉલેજમાં ભણે છે." "હા, દીકરા! અને તને આ છોકરી ખૂબ જ પસંદ છે અને તું એની જોડે લગ્ન કરવા ઈચ્છે છે કેમ? ખરું કહ્યું ને દીકરા?" તુલસી તો નીરવને જોઈને જ સમજી ગઈ હતી કે, એ શા માટે પલ્લવીને ઘરે લઈ આવ્યો છે. " હા! મમ્મી! પણ તને કેમ ખબર પડી ગઈ કે,