પાટણની પ્રભુતા - ભાગ 39

  • 3k
  • 1.2k

૩૯. હૃદય અને હ્રદયનાથ મીનળદેવી છાતી પર હાથ મૂકી પોતાના ઊછળતા હૃદયને શાંત કરતી ઊભી રહી. તે કાળ, વસ્તુસ્થિતિ, પ્રસંગ, બધું ભૂલી ગઈ. તેમ માત્ર એટલું જ ભાન રહ્યું, કે તેનો મુંજાલ આવે છે. પંદર વર્ષો પાછાં ખસ્યાં, ચંદ્રપુરમાં જે મીનળ હતી; ઘણે અંશે તેવી જ તે થઈ રહી; વર્ષો વીત્યાં હતાં, દુઃખો પડ્યાં હતાં, છતાં હૃદયમાં ફેરફાર થયો નહોતો. ઘણી વાર તે આમ ને આમ ઊભી રહી. શું નહિ આવે ? આવશે તો શું કહેશે ? કેવી રીતે વાત કહાડશે ?' કોઈનાં પગલાં સંભળાયાં; તેમાં મુંજાલનાં પગલાંનો અવાજ પારખવા પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. પગલાં ચાલ્યાં ગયું એટલે