બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 1

  • 4k
  • 1.5k

લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની   નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું.   દ્રશ્ય પહેલું:-   આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ