હિતોપદેશની વાર્તાઓ - 44

  • 10.5k
  • 2.2k

44. એક ઝાડ પર કાગડો રહેતો હતો. ઝાડ તળાવને કિનારે હતું એટલે ઝાડ પર બતક પણ રહેતાં હતાં. એક બતકની પહેલા કાગડા સાથે દોસ્તી. કાગડો લુચ્ચો અને હોશિયાર પણ બતક ભોળું અને ઠંડુ. બંનેનો સ્વભાવ જુદો છતાં બંનેની દોસ્તી સારી હતી. એક દિવસ બંને ફરવા નીકળ્યા. બતકથી બહુ ઝડપથી ઉડાય નહીં એટલે કાગડો પણ એની સાથે ધીમે ધીમે ઉડે. વળી કોઈ ઝાડ પર બેસે. એવામાં કાગડાની નજર નીચે ગઈ. એણે જોયું તો એક ગોવાળ માથા પર દહીંનું મોટું માટલું લઈને જતો હતો. માટલું છલોછલ ભરેલું હતું. દહીં જોઈને કાગડાના મોમાં પાણી આવ્યું એટલે એ તો ગોવાળના માથા પર ઉડ્યો અને