હિતોપદેશની વાર્તાઓ - 40

  • 6k
  • 1.8k

40. એક નગરમાં ધનસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્ર હતા. રાજા શોખીન હતો અને પુત્ર પણ શોખીન. બધાને જાતજાતના શોખ. એમાં રાજાને ઘોડાઓનો ભારે શોખ. પોતાની ધોડાર માટે એ કીમતીમાં કીમતી ઘોડાઓ ખરીદતો અને એનું ખૂબ જતન કરતો. તેમને નવડાવવા માટે અને કેળવવા માટે એણે સુંદર અને સ્વચ્છ ઘોડાર બનાવેલી. ઘોડા ને ખવડાવવા પીવડાવવા કે સંભાળ રાખવામાં એ કસર રાખતો નહીં. તેના રાજકુમારોને વાંદરા અને ઘેટાઓનો શોખ એટલે રાજાએ ઘણા વાંદરાઓ અને ઘેટાઓ પણ રાખ્યા હતા. આ બધી ફોજની સારસંભાળ માટે ખાસ માણસો રાખ્યા હતા અને બધાને સારામાં સારો ખોરાક અપાતો. વાંદરાઓ આમ તો ચબરાક હોય છે.