હિતોપદેશની વાર્તાઓ - 36

  • 4k
  • 1.3k

36. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. યજમાનવૃત્તિ કરી એ પોતાનું જીવન જીવતો હતો. એના યજમાનો બહુ ઓછા હતા અને જે હતા એ ખાસ પૈસાદાર નહોતા એટલે માંડમાંડ એના ઘરને પેટ પૂરતું ખાવા મળતું. ગામમાં કામ નહીં હોય ત્યારે એ ચારેય બાજુ નાના ગામોમાં પણ જતો. તે ચાલતો ચાલતો દૂરના ગામમાં જાય અને યજમાનવૃત્તિ કરે. એની ગરીબાઈ પાછળ બીજું પણ કારણ હતું. એ ભોળો હતો અને બુદ્ધિ પણ ઓછી. એને કોઈ ગણકારે નહીં. કામ પણ બીજા ચતુર બ્રાહ્મણો ખેંચી જાય. એક દિવસ એ બાજુના ગામમાં એક ખેડૂતને ત્યાં યજ્ઞ કરવા ગયો. યજમાન જુનો હતો પણ તેની ખાસ આવક નહીં