હિતોપદેશની વાર્તાઓ - 25

  • 3.5k
  • 1.4k

25. એક તળાવના કિનારે એક બંગલો રહેતો હતો. એ સરોવરમાં વસતા જળચર પ્રાણીઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતો પણ સમય જતાં એ ઘરડો થયો. એની સ્ફૂર્તિ ઓછી થઈ ગઈ. શક્તિ પણ એટલી રહી નહીં એટલે એને શિકાર કરવામાં બહુ મુશ્કેલી પડતી. માંડ માંડ એ દિવસમાં એકાદ માછલું પકડી શકે. ક્યારેક તો એક પણ પકડી શકતો નહીં. કોઈવાર તો એમને એમ દિવસ નીકળી જતો. એણે વિચાર કર્યો કે હવે બુદ્ધિથી કામ કરવું પડશે. માછલીઓ એની મેળે પોતાના મોમાં આવી જાય એવી યુક્તિ કરવી પડશે. એણે સવારથી સાંજ સુધી મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. ભક્તિ તો ઠીક, એ ડોળ જ કરતો હતો પણ