હિતોપદેશની વાર્તાઓ - 21

  • 3.6k
  • 1.7k

21. એક જંગલમાં એક શિયાળ ગુફામાં ઘર બનાવી રહેતું હતું. ગુફા મોટી અને સુંદર હતી. શિયાળે પણ પોતાનું ઘર સરસ રીતે સજાવ્યુ હતું અને તેમાં આનંદથી રહેતું હતું. તે રોજ જંગલમાં જતું, પેટ પૂરતું ભોજન આરામથી મેળવી અને પાછું આવી નિરાંતે જીવન પસાર કરતું હતું. એક દિવસ તે ઘેર પાછું આવ્યું ત્યારે અચાનક એણે ગુફાની બહાર પગલાનાં નિશાન જોયાં. ધ્યાનથી જોયું તો સિંહના પંજાનાં નિશાન હતાં. વળી નિશાન ગુફાની અંદર તરફ જતાં હતાં પણ બહાર આવ્યાં નહોતાં. એને શંકા પડી કે જરૂર ગુફામાં કોઈ ભરાયું છે, પણ કોણ હોય? એણે વિચાર કર્યો કે અંદર જઈને જોવા પ્રયત્ન કરું પણ વાઘ