હિતોપદેશની વાર્તાઓ - 11

  • 4.7k
  • 1
  • 2.9k

11. તો કાચબાએ લાલચુ શિયાળની વાર્તા સંભળાવી. જંગલમાં એક ભૂખ્યો શિકારી શિકારની શોધમાં આમતેમ ભટકતો હતો. ખૂબ રખડ્યો કે માંડ એક હરણનો શિકાર કરી શક્યો. મહેનત સફળ થઈ. એ ખુશ થયો. હરણને નાખ્યું ખભા પર અને ચાલવા માંડ્યો. ક્યાંક સામે એને સુવર દેખાયું. તગડું મજાનું સુવર. એ તો નિરાતે ઊંઘતું હતું. શિકારીને થયું કે હરણનો શિકાર તો થઈ ગયો છે. આ સુવરને પણ વીંધી નાખવું. ત તો મારે અઠવાડિયા સુધી શિકારની શોધમાં ભટકવું નહીં પડે. એણે હરણને બાજુ પર નાખ્યું, પણછ ખેંચી નિશાન તાક્યું અને સુવર તરફ છોડ્યું. એની નિશાનબાજી પર એને વિશ્વાસ હતો. એને એમ કે આ તીર થી