હિતોપદેશની વાર્તાઓ - 3

(17)
  • 9.3k
  • 7.7k

3. તો કબૂતરનો રાજા દુઃખી મુસાફર ની વાત આગળ ચલાવતાં કહે છે કે પોતે એક દિવસ ઉડતો ઉડતો જતો હતો એમાં એક જંગલમાં જઈ ચડ્યો. તેની નજર એક તળાવ ઉપર પડી. તે ત્યાં પાણી પીવા ઉતર્યો. થોડું પાણી પીધું ત્યાં તેની નજર એક સિંહ પર પડી. તે ઘરડો હતો અને શિકાર શોધી રહ્યો હતો. કબૂતરો નો રાજા ઝડપ થી ઉડી બાજુના ઝાડ પર બેસી ગયો. થોડી વારમાં દુરથી માણસોનો અવાજ આવ્યો. સિંહ સામે કાંઠે જઈ બેસી ગયો. સિંહ પાસે સોના જેવું કંઈ ચમકતું હતું. કબૂતરના રાજાએ નજીક જઈ જોયું તો તે કુશ એટલે કે એક પ્રકારના ઘાસ જેવું હતું અને