હિતોપદેશની વાર્તાઓ - 2

(14)
  • 14.1k
  • 1
  • 12.3k

2. દક્ષિણમાં ગોદાવરી નામની એક મોટી નદી છે. તેને કાંઠે પીપળાનું એક મોટું ઝાડ હતું. તેના પર અનેક પક્ષીઓ રહેતાં હતાં. વૃક્ષની ડાળ પર તેમણે અનેક માળાઓ બાંધેલા હતા. આખી રાત પક્ષીઓ વિશ્રામ કરતાં અને સવાર પડતાં દાણા વીણવા ઉડી જતાં. એક સવારે બધા પક્ષીઓ માળો છોડી ઉડી ગયાં પણ એક કાગડો વહેલો ઉડી જઈ પોતાને જરૂરી કીડા મકોડા જેવો ખોરાક મેળવી પાછો આવી ગયો એટલે તેના માળા પર ચડીને બેસી ગયો. તેની નજર નીચે ઉભેલા એક માણસ પર પડી. તેણે ધ્યાનથી જોયું તો તેની પાસે જાળ હતી. એ સમજી ગયો કે આ શિકારી છે. પક્ષીઓને પકડવા આવ્યો છે. આજે