હિતોપદેશની વાર્તાઓ - 1

(28)
  • 52.4k
  • 2
  • 24.3k

1. એક રાજ્ય હતું જેનું નામ પાટલીપુત્ર હતું. તેના રાજા ખૂબ જ પ્રતાપી અને જ્ઞાની હતા. તેના કુંવરો પ્રત્યે તેને ખૂબ વહાલ હતું પણ એકલા વહાલથી શું થાય? આટલા મોટા રાજ્યની ધુરા સંભાળવા પુત્રો તે માટે સક્ષમ તો હોવા જોઈએ ને? રાજાએ નક્કી કર્યું કે પુત્રોને સારામાં સારું શિક્ષણ આપવું. તે માટે તેમણે ખૂબ જ જાણીતા અને જ્ઞાની ઋષિમુનિઓને ગુરુ તરીકે બોલાવ્યા પણ રાજકુમારો રમતમાં ચડી ગયેલા. તેમને તો મહેલ, તેની આસપાસની ખુલ્લી જગ્યા, મહેલમાં ફરતાં ઘોડા હાથી જેવાં પ્રાણીઓ - એ બધું જોઈ મજા આવતી. તેઓ ઝાડ પર પથ્થર મારી ફળ પાડતા, સામસામે પથ્થરબાજી કરતા, સળીયો ફેંકી ભાલા ફેંક