મારાં અનુભવો - 2 - લાચારી

  • 2.9k
  • 1
  • 1.4k

લાચારી" બોલો કાકા, શું થાય છે? "" સાહેબ, હાથ પગ ઉપડતા નથી, શરીર માં તાકાત નથી, કોઈએ કહ્યું આ ડૉક્ટર સારા છે એટલે માંડ માંડ અહીં આયો છું."ભગવા રંગ નો ઝભો અને ધોતી સાથે ધીર ગંભીર ચહેરો, ચિંતાતુર અવાજ અને આખા શરીર માં કરચલી જોઈને ઉંમર 65-70 હશે એનો અંદાજ આયો. બંને પગ માં સોજા, હાથ માં ધ્રુજારી અને બોલવામાં પણ થોથવાત હતી." અહીં બેસો કાકા, શું કામ કરો છો? "" એક ભજન મંડળી છે એમાં તબલા વગાડું છું સાહેબ ,એમાં ખાવા પીવાનું થઈ રે છે. તમે એક તાકાત નો બોટલ ચઢાઈ આપો ને. કેટલા રૂપિયા થશે??" ઓહહો, ભજન કરો