સપ્ત-કોણ...? - 4

  • 3.4k
  • 2.2k

ભાગ - ૪આવનારા સમયથી અજાણ સૌ આંખોમાં સપનાઓ આંજીને સુઈ ગયા. કલ્યાણીદેવીએ જો એકવાર પણ પાછું વળીને જોયું હોત તો એ સ્તબ્ધ થઈ ગયા હોત. મોહન આરામ કરવાને બદલે એમનો પીછો કરતી અહીં સુધી આવીને દૂર ઉભેલી બ્લેક સકોર્પિયોમાં બેસી રહ્યો હતો...કલ્યાણીદેવી રૂમમાં આવ્યા ત્યારે પાર્થિવ અને કૃતિ બંને બાળકો હજી આઈપેડમાં ગેમ રમવામાં મશગુલ હતા. "હવે આ રમકડું બાજુએ મુકો બાળકો.. તમે રમો છો કે આ રમકડું તમને રમાડે છે કોને ખબર... આ આજકાલના છોકરાઓ... અહીંયા આવો બેય.. મારી પાસે.." કલ્યાણીદેવીએ વ્હાલથી બેયને પાસે બોલાવ્યાં. બેય બાળકોના માથામાં હાથ ફેરવતા ફેરવતા કલ્યાણીદેવી આંખો બંધ કરી ઊંડા વિચારોમાં ડૂબી ગયા.