ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 17

(2.3k)
  • 3.7k
  • 2k

હું તેમને તાકી જ રહ્યો હતો ત્યાં તો મારી પાછળ પાછળ સ્વપ્નસુંદરી આવી ગઈ,"અરે મારી રાહ તો જોવી હતી!" તે બોલી."હું બહાર તારી પ્રતીક્ષા કરત તો આ બે જણ ક્યાં બેઠા છે? ક્યાંથી ખબર પડત?"હું બોલ્યો"વાત તો તારી સાચી છે."સ્વપ્નસુંદરીએ કબૂલ કર્યું."પણ આપણી સીટ તો ખાસ્સી આગળ છે. આ લોકો આખું મુવી જોઈને જતા રહેશે પણ એ લોકોને ખબર નહિ પડે કે આપણે અહીં હતા.સિવાય કે આપણે સામેથી એમને મળવા જઈએ.""ના સામેથી તો મળવા નથી જવું. એક કામ કરીએ." કહીને સ્વપ્નસુંદરીએ મને એક યોજના સમજાવી.હું શીલા અને તેનો મિત્ર જે સીટ પર બેઠા હતા તેની આગળની રોમાં ગયો તેમનું ધ્યાન