તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ

  • 2.7k
  • 850

લેખ:- તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. આપણો ભારત દેશ મહાન છે એનાં સંતો, ફકીરો અને વિવિધતાને કારણે. અહીં સર્વધર્મ સમભાવ પ્રમાણે દરેક ધર્મને પૂરતું સન્માન આપવામાં આવે છે. દરેક તહેવારો હળીમળીને ઉજવવામાં આવે છે. ઘણી બધી ખુશીઓ અને ઉમંગો લઈને આ તહેવારો આવે છે. રંગેચંગે તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારના પાછા પકવાન જુદાં! હવે વિચારો કે આપણો મનગમતો તહેવાર આવી રહ્યો હોય અને એ જ સમયે બાળકની પરીક્ષાઓ પણ હોય તો? દુઃખ લાગે, ખરું ને? એમ જ વિચાર આવે કે, "આ તહેવારના ટાણે ક્યાં સ્કૂલવાળાઓ પરીક્ષા ગોઠવીને બેઠાં? એમને કંઈ ભાન છે કે નહીં?" પણ