ડૂમો

  • 2.7k
  • 1.2k

કેટલાંય ઓરતા લઈ, માથે મોડિયો ને ચુંદડી ઓઢી આંગણે પોખાણી હતી. ફૂલોનાં મધમધાતા ઓરડે પરણ્યાની પહેલી રાતને માણવા ધણીને પગે લાગી હતી... સમય સરતો ગયો. ધીમે ધીમે કાનાફૂંસી થવા લાગી.. " "પેલી રતનીને હવે હારા દા'ડા જાય સે કે નય !' " થાયે, કયા જાજા વરહ થીયા સે " " માતાજીનાં ભૂવા પાહે લય જાહો ને!" "રામ-સીતાની જોડી કાંય વાંઝણી નો રેય.. " આ બધી વાતો ધીરે ધીરે મહેણાં ટોણાંમાં બદલાવા લાગી. "હવાર-હવારમાં કાં આ વાઝણીનું મોઢું જોય લીધું !" " હારો પરસંગ સે, પેલી રતની હામી નો મળે, ધયાન રાખજો " તો કોઈને વળી અનુકંપા પણ ઉપજતી " કાનુડા