રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ

  • 2.8k
  • 1.4k

રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ દર વર્ષે ૨૧ જુલાઈ રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ તરીકે ઉજવવા પાછળનો હેતુ લોકોને જંક ફૂડથી થતા શરીરક,માનસિક અને આર્થિક ગેરફાયદા અંગે જાગૃત કરી, સ્વસ્થ ખોરાક તરફ વાળવાનો છે. જંક ફૂડ એટલે એવો ખોરાક જેમાં પોષકતત્ત્વો નહિવત્ અને કેલરીઝ મહત્તમ હોય. ‘WHO’ માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જંક ફૂડ એટલે એવો બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમાં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ હોય તથા પ્રોટીન્સ, વિટામિન્સ અને ફાઈબર્સનું પ્રમાણ નહિવત્ હોય. સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં પણ જંક ફૂડમાં એવું તો શું હોય છે, જે આપણને તેના તરફ આકર્ષે છે? એમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ. ખોરાક પ્રત્યેની તીવ્ર ઝંખના