સપ્ત-કોણ...? - 1

  • 5.2k
  • 1
  • 2.9k

ભાગ -૧સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, સપ્રમાણ કદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી