ક્રિમિનલ કેસ - ભાગ 5

  • 4.1k
  • 2.7k

રોય નાહીને બહાર આવે છે. પોતાના વોર્ડરોબમાંથી કપડાં કાઢી તૈયાર થાય છે. હાથમાં તેની મનપસંદ ઘડીયાળ પેરી તે બહાર આવે છે અને કીચન તરફ જાય છે. કોફી બનાવી પોતાના કપમાં કાઢી તે હોલમાં સોફા પર ગોઠવાય છે. કોફી પીતાં પીતાં જ તેની નજર કુરીયર પર જાય છે. “આ કુરીયર કોણે મોકલ્યું હશે? ” મનમાં જ તે વિચારે છે. ત્યાં જ તેના ફોનની રીંગ વાગે છે. તેનાં પર આકાશ નામ ફ્લેશ થતું હોય છે. નામ વાંચતા જ તેને ચહેરા પર હળવું સ્મિત પથરાઇ છે. અને તે ફોન ઉપાડે છે. “હેલો” એક ઉત્સાહિત અવાજ સંભળાય છે. “હેલો આકાશ”“ કેમ છે યાર..? હમણાં