જનરેશન ગેપ (કચકચ)

  • 3.2k
  • 1
  • 1.3k

‘આ છોકરાંઓ મા-બાપનું જરાય કહ્યું નથી માનતા.’ ‘અરે છોકરાંઓને જરાક કંઈ સારું કહેવા જઈએ, તો તે સામા તડૂકી ઊઠે છે! મમ્મી, તું પાછી થઈ ગઈ શરું...!’ ‘અરે કેટલાક છોકરાં તો મા-બાપ જીભ ઉપાડવા જાય તે પહેલા જ કહી દે, ‘હવે તારી કચકચ બંધ કર !’ આવી હૈયાવરાળ જે મા-બાપ દરરોજ ઠાલવતા ના હોય, તે મા-બાપ ખરેખર મહાપુણ્યશાળી છે. એના ઘેર શ્રવણ કે રામ અવતર્યા હોવા જોઈએ, આ હળાહળ કળિયુગમાંય ! આ પરથી એક પ્રસંગ યાદ આવે છે. અમેરિકામાં એક બહેન આવતા જ કહેવા લાગી, ‘મારે એકનો એક દીકરો છે. સોળ વરસનો છે પણ મારે એની જોડે બહુ માથાકૂટ થાય છે.