વસુધા - વસુમાં - પ્રકરણ-126 છેલ્લો ભાગ

(75)
  • 3.4k
  • 4
  • 1.8k

15 ઓગસ્ટનો દિવસ છે.. રાષ્ટ્રપતિભવનમાં દરબાર હોલ મોટી મોટી હસ્તીઓથી ભરચક છે દેશ-વિદેશનાં મહેમાનો હાજર છે. વડાપ્રધાન એમનું પ્રધાનમંડળ, વિરોધીપપક્ષનાં નેતાઓ, મોટાં મોટાં અધિકારી હાજર છે. જેનું સન્માન થવાનું છે તે બધાંજ હાજર છે. આજે “વસુધા-વસુમા”નું સન્માન થવાનું છે. વિશાળ મોટા હોલમાં રાષ્ટ્રપતિજીનું આગમન થાય છે હાજર સર્વ ઉભા થઇને એમને સન્માન આપે છે. ઉદધોષક બધાં કાર્યક્રમની સૂચીની જાણ કરે છે. તાળીઓનાં ગડગડાટથી વધાવી લે છે બધાં હવે સન્માન યાદીમાં આવનાર મહાનુભાવો વિશે જાણવા અધીરાં છે. ઉદધોષક અલગ અલગ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનાર વ્યક્તિઓનાં નામ બોલાય છે અને બધાને રાષ્ટ્રપતિજી સન્માનપત્રક અને સન્માન રાશી આપી બહુમાન કરે છે. ગુજરાતમાં ગામ-શહેર