આજે આપણે ગીતા નો મહિમા જાણીશું કે શા માટે ગીતા વાચવી યોગ્ય છે . ખરેખર તો શ્રીમદ્ભગવદ્ગીતાના માહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથીય માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજેરોજ નવા-નવા ભાવો ઊપજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશાં નવીનતાથી ભર્યો-ભર્યો જ રહે છે;