પારિવારિક સ્નેહ મિલન

  • 11.6k
  • 1
  • 4.2k

"રાધિકા, આ વર્ષે પણ તમારી વાર્ષિક ફેમિલી રિયુનિયન પાર્ટી કેન્સલ કરવી પડશે. હવે બધા વ્યસ્ત રહે છે અને કોઈની પાસે આ બાલિશ ગેટ-ટુગેધર માટે સમય નથી."મારો સત્તર વર્ષનો જોડિયો ભાઈ રોહન અને હું આશ્ચર્યચકિત થઈ ગયા. એક તો મમ્મીએ અમને પાર્ટી કેન્સલ કરવાનું કહ્યું અને તેને બાલિશ કરાર પણ આપ્યો.અમે તેર વર્ષના હતા ત્યારથી, હું અને રોહન દર વર્ષે ૩૦મી ડિસેમ્બરે ફેમિલી સ્નેહ મિલન પાર્ટીનું આયોજન કરીએ છીએ. અમે અમારા ખિસ્સા ખર્ચમાંથી ૩૬૫ દિવસ બચત કરીએ, જેથી બાર મહિનાના અંતે, અમે બધા કઝીન, અને કાકા/કાકીને એક ભવ્ય કૌટુંબિક ઉજવણી માટે ભેગા કરી શકીએ; રમતો રમીએ, ઈનામ આપીએ અને નાસ્તો પણ