ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 1

  • 8.8k
  • 3
  • 5.9k

મહાજાતિ ક્ષત્રિય          ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ વ્યવસ્થાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખે ચાર વર્ણનો મહિમા શ્રીમદ્ ભગવતગીતામાં ગાયો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. આ ચાર વર્ણોના ધર્મ કર્મ વિષે ભારતીય સમાજ માહિતી ધરાવે છે. આ ચાર વર્ણો પૈકી ક્ષત્રિય વર્ણની વાત આપણે કરીશુ. ક્ષત્રિય એક મહાજાતિ છે. સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને આજ સુધી નદીના પ્રવાહની માફક આ જાતિનું વહેણ અણથમ્ભયું આગળ વધતું ગયું છે. ક્ષત્રાયત તુ કિલત્રાય્ત તુ દગ્રઃ। ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશ રૃઢઃ ।           આમા ક્ષત્રિય શબ્દનો અર્થ આપ્યો છે. જે નર નિર્બળની રક્ષા કરેં એના પર થનાર અત્યાચારથી છુટકારો