કાંચી - 4

  • 4k
  • 2.6k

હું ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને બાજુની સીટ પર મારું બેગ મુક્યું... જેની ચેઈન ઉતાવળમાં લગભગ અડધી ખુલ્લી રહી ગઈ હતી. અને અંદરથી થોડાક કાગળ ડોક્યું કરી રહ્યા હતા!પેલી બંને છોકરીઓ પાછળની સીટ પર ગોઠવાઈ. મેં ગાડી શરુ કરી ચલાવવા માંડી. હું હજી રાહ જોઈ રહ્યો હતો કે બંને માંથી કોઈ એકાદ વાતનો દોર માંડે અને મને સ્પષ્ટતા વાતની કરે!થોડીવારે ગાડી મુંબઈની દિશામાં હાઇવે તરફ દોડવા માંડી, પણ પેલી બંને હજી પણ શાંત હતી ! એ જોઈ મારી ધીરજ ખૂટી પડી, અને મેં પૂછ્યું...“તો મેડમ થયું શું હતું, એ તો જણાવો... !"એ સાંભળી પેલી સ્ત્રીએ મને એ રીતે જોયું